Members Express


Members of the Centre
who participate in The Centre's activities most regularly, for several years,
express their feelings and views.

Mrs. Hansaben and Mr. Ramanbhai Choksi

મારા અને કેન્દ્રની વચ્ચે જો શ્રી અરવિંદ આવતા હોય તો પછી બીજી કોઈ વસ્તુ કે વિષય મને આકર્ષી શકતા નથી.
અમે બંને ૧૯૯૩માં પોંડીચેરી પહેલી વાર ગયા હતા. ત્યાર પછી જેમ પારસમણીનો સ્પર્શ થતા લોખંડ સોનામાં પરિવર્તન પામે છે, તે મુજબ અમારા અજ્ઞાનતા ભર્યા જીવનમાં શ્રી અરવિંદ અને શ્રી માતાજીના દર્શન માત્રથી તેમના તરફ આકર્ષણ એટલું વધી ગયું છે કે પોંડીચેરીથી સુરત આવ્યા બાદ રોજ શ્રી અરવિંદ કેન્દ્ર પર જવાનો નિયમ બની ગયો. જેમ જેમ અમે કેન્દ્ર પર જતા ગયા તેમ તેમ અમોને અંદરથી જે જે પ્રશ્નો ઉઠતા હતા તેના જવાબો આપોઆપ મળી જતા હતા. સ્વાધ્યાય દ્વારા, પુસ્તક દ્વારા કે કોઈના પણ માધ્યમથી જવાબો મળી જતા હતા.
અમારા કેન્દ્રમાં પ્રાર્થના, ધ્યાન, સ્વાધ્યાય, પ્રસાદ, નવરાત્રી પર માતાજીના દિવ્ય સ્વરૂપોનું જ્ઞાન અને શ્રી અરવિંદ સુરત આવ્યા હતા તે દિવસોમાં શ્રી અરવિંદના વિષયો પર વક્તવ્યો રજુ કરવાનો દરેકને મોકો મળે છે. ને તેમાં કોઈપણ જાતના બંધન હોતા નથી. કોઈપણ ભેદભાવ કે હરીફાઈ જેવા ભાવ હોતા નથી. બધા એકબીજા સાથે “सहनाववतु सहनौभुनक्तु....” ની સાથે રહી આનંદની લહાણી કરીએ છીએ. અને તે ત્યારે જ બને જયારે તે આપણું પોતીકું હોય.
હવે તો દર ગુરુવારે મા ના સાનિધ્યમાં સાંજે ધ્યાન પછી ખીચડીનો કૃપા પ્રસાદ પણ શરુ થયો છે. જેમાં લગભગ સો જણ પ્રેમ અને આનંદથી તે ગ્રહણ કરે છે અને હા ધ્યાન હોલમાં પૂરેપૂરી શાંતિ જાળવવાનો પ્રયત્ન હંમેશા રહે છે.
આ રીતે ધ્યાન, સંગીત, ગીતા, દિવ્યજીવન, યોગ સમન્વય, સાવિત્રી જેવા દિવ્ય પુસ્તકોથી આધ્યાત્મિકતાનું જ્ઞાન મળે છે.મારું શ્રી અરવિંદ કેન્દ્ર આત્માનું મંદિર જ છે. આ મંદિરમાં બિરાજેલ પ્રભુને મારા કોટી કોટી પ્રણામ.


Mrs. Shobha Mehta

I am attending 'satsang' at centre approximately from one and half year. I get detailed knowledge about each and every sloka of 'Shrimad Bhagvad Gita'. Also I get spiritual knowledge from discussion on two lines everyday from "life divine" with meanings of difficult words and discussion on 'Savitri' every Sunday and "Synthesis of Yoga" sometimes. My energy level to control mind increases and I get mental peace. My self confidence and concentration increases. Due to unavoidable circumstances I am not able to attend 'Dhyana' session in the evening. I have to miss lecture sometimes at that time I feel I missed a lot.


Mrs. Sandhya Desai

It is great spiritual place. There is so much of positive energy. Good place for meditation and spiritual activities.
Sri Aurobindo centre is open to all. Everyone can come and feel the positive vibration of it.


Mrs. Ranjanben Desai

મારું શ્રી અરવિન્દ કેન્દ્ર કહેતા જ માલિકીની ભાવના જાગ્રત થાય છે. “માં” નું ઘર શબ્દની સાથે જ હ્રદયમાં આનંદ અને ઉલ્લાસ આવે છે. શ્રી માતાજી અને શ્રી અરવિન્દના સાનિધ્યમાં દરરોજ સવારે ગીતા પાઠ અને દિવ્ય જીવનના સથવારે આધ્યાત્મિક વિકાસ માટે શ્રેષ્ઠ મંદિર બીજું કયું હોય શકે ? હું છેલ્લા ચાર વર્ષથી આ કેન્દ્રમાં આવું છું. એક પરિવારની ભાવના દરેક સભ્યમાં છે.
નવરાત્રીના અનુષ્ઠાન હોય કે નવા વર્ષનું ધ્યાન હોય દરેક સભ્ય સરસ રીતે ઉત્સાહથી ભાગ લે છે. વળી દરેક જાન્યુઆરી માસમાં “શ્રી અરવિન્દ સુરતમાં” ની ઉજવણીમાં દરેકનો ઉત્સાહ અને ઉમંગ અનેરો હોય છે.
આત્માના વિકાસ માટેની આ પા પા પગલી શ્રી માતાજીની કૃપા સિવાય બીજું શું હોઈ શકે ? “માં” અમને તારી કૃપાનું પાત્ર બનાવજે એજ અભિપ્સા.


Shri Kanjibhai Vaghasia

સેન્ટરમાં પ્રવેશતાંજ મનની શાન્તિ બરકરાર રહે છે. નિયમિત સેન્ટરમાં જવાનું મનોબળ બળવત્તર થાય છે. સેન્ટરમાં એકદમ શાન્તિ અનુભવાય છે. સેન્ટરમાં અદભુત જ્ઞાન મળે છે. જે અન્ય ક્યાંય મળતું નથી. શ્રી અરવિન્દ તથા શ્રી માતાજીના સાનિધ્યમાં બેસવાથી અલૌકિક માનસિક શાન્તિ મળે છે. આજીવન આવા અલૌકિક વાતાવરણમાં રહેવાનું થાય તેવી પ્રાર્થના.
શાન્તિ