જ્યાં પૂજ્ય “મા”નો ખોળો અને મહર્ષિ શ્રી અરવિંદની છત્રછાયા છે,
જ્યાં સવારમાં સુંદર પવિત્ર વાતાવરણમાં ગીતામૃતનું આચમન કરાવાય છે
તથા શ્રી અરવિંદનું સાહિત્ય તથા શ્રી માતાજીની વાણી અને એમના પુસ્તકો માંથી
વાંચન અને અર્થઘટન કરીને સમજાવાય છે
એ છે મારું શ્રી અરવિંદ કેન્દ્ર.
અહીં આધ્યાત્મિક સેમિનાર, પર્વતારોહણનો કાર્યક્રમ, યુવા શિબિરો, વિશિષ્ટ વ્યક્તિઓનું વક્તવ્ય,
બાળકો માટે સંસ્કૃત અને અંગ્રેજીનું શિક્ષણ, નવરાત્રીના પર્વનું આધ્યાત્મિક આયોજન, પ્રાર્થના, સંગીત, ધ્યાન તથા પ્રસાદીના આનંદની લ્હાણ પીરસાય છે.
આટલી વૈવિધ્યસભર વાનગીઓનો રસથાળ બીજે ક્યાં પીરસાય?
મારા શ્રી અરવિંદ કેન્દ્રમાં.
અહીં કોઈ બંધન, નિયમ, ફી, હાજરી, કાયદા, પંચાત, દ્વેષભાવ કે અર્થોપાર્જન નથી.
ફક્ત અધ્યાત્મ, પ્રેમ અને જ્ઞાનની ગંગા વહે છે
જે મારા-અમારા મન અને હૃદયને પ્રશાંત રાખે છે.