Members Express


Members of the Centre
who participate in The Centre's activities most regularly, for several years,
express their feelings and views.

Dr. Nita Raijiwala

દિવ્ય શક્તિને પ્રણામ
શ્રી અરવિંદને પ્રણામ
શ્રી માતાજીને પ્રણામ
ભારતમાતાને વંદન
Joyful Silent Walking
આનંદપૂર્વક શાંતિથી ચાલવું.
Walking : વાસંતી સવારની મંદ ઠંડીમાં એક કલાક આરામથી ચાલવું - એક સરસ Physical Exercise
Silent : બોલ્યા વગર શાંત થઇ ચાલવાનું. બોલીએ નહીં એટલે મન શાંત થાય. શાંત મન ઉદ્વેગ, ચિંતા, કલેશ વિહિન હોય. Mental Peace
Joyful : આત્માનો મૂળ સ્વભાવ આનંદ “સચ્ચિદાનંદ”
આમ આત્મિક આધ્યાત્મિક વિકાસ
આમ Joyful Silent Walkingથી Physical, Mental, Spiritual વિકાસ થયો.
૧૩મી માર્ચે સવારે ૬:૩૦ વાગ્યે આપણે સૌએ શાંતિથી આનંદપૂર્વક ચાલવાનું શરુ કર્યું.
શ્રી અરવિંદ, શ્રી માતાજી તથા ભારતમાતાને હૃદયમાં રાખીને ચાલવા માંડયા. સૌ પીળા પતંગિયા આજે ઉડાઉડ કરવાને બદલે શાંતિપૂર્વક ચાલી રહ્યા હતા. સૌ કૈવલ્યભાઈ અને સ્વયંસેવકોની સચેત દેખરેખ હેઠળ નિશ્ચિંત હતા.
“સ્વચ્છ સુરત, સુંદર સુરત” ને નિહાળી રહ્યા હતા. સાથે ભાગ્યેજ જોવા મળતું “શાંત સુરત” માણી રહ્યા હતા. અંતર આનંદથી સભર હતું. ઐક્ય – તદ્રુપતાનો ભાવ હતો. કોઈપણ બાજુવાળા સાથે વાત કરતું ન હતું. પરંતુ સુંદર સ્મિત સાથે ઐક્ય સાધી રહ્યું હતું. આમ, સમગ્ર ગ્રુપ તદ્રુપ હતું.
એક અદ્રશ્ય જોડાણ હતું.
આપણે સહુએ જયારે પાર્લેપોઇન્ટથી ટર્ન લીધો ત્યારે એક જુવાન “Bike” પર ઝડપથી flyover પર જતો હતો. કદાચ એને તો ખબર પણ નહોતી કે આપણે શા માટે ચાલી રહ્યા છીએ. છતાં તેણે હાથ ઉંચો કરી ઉત્સાહપૂર્વક આપણને “વંદે માતરમ્” કર્યુ. એ યુવાન જાણે ભારતની જનતાનો પ્રતિક. એ આપણું જોડાણ સમગ્ર ભારત સાથે કરી ગયો.
ત્યાં જ ડાબી તરફ ફૂટપાથ પર ફુગ્ગા-રમકડાં વેચતાં બે-ત્રણ કુટુંબો હતા. તેઓ કુતુહલપૂર્વક, નિર્દોષભાવે મોં પર સુંદર હાસ્ય સાથે આપણને જોતાં હતા. તેઓ આપણને જોતાં હતા. તેઓ આપણને સમગ્ર માનવજાત સાથે જોડી ગયા.
આમ, “હસતાં-હસતાં કપાય રસ્તા” આપણે કેન્દ્રની ગલીની બહાર સુધી આવી પહોચ્યાં. એક અદ્ભુત ઘટના બની. ગલીના નાકે કચરાવાળી બાઈ કચરાગાડી વચ્ચે જ મૂકી આમતેમ કચરો વાળવા ગઈ.
કૈવલ્યભાઈએ ક્ષણનો પણ વિચાર કર્યા વગર કચરાગાડી આપણા માર્ગનડતરથી દૂર કરીને આપણો રસ્તો મોકળો કર્યો. આ ઘટના ઈશારો આપી ગઈ કે, શ્રી અરવિંદ કેન્દ્ર પર જવા માટે મનનો બધો કચરો ખસેડી દેવો પડે.
આમ, આપણે Joyful Silent Walking પૂર્ણ કરી કેન્દ્ર પર આવ્યા.
સ્નેહીશ્રી હિરણ્યમયીબેન આપણા સ્વાગત માટે તૈયાર હતા. સૌ પોતાના ગ્રુપ સાથે અને બેનર સાથે ફોટાઓ પાડવા લાગ્યા. કોઈ Social Media માં મૂકવા નહીં, પરંતુ સ્મૃતિમાં જડી દેવા માટે.
સૌએ ચા-બિસ્કીટ-કેળાંનો પ્રસાદ લીધો. ચા ખરેખર સરસ હતી. આપણો થાક ઉતરી ગયો.
આપણે સૌ ફરી મળવાનો કોલ આપી છુટા પડયા.
ૐ શાંતિ






"Invitation"
Appreciation of a poem of Sri Aurobindo

ImageImageImageImage





Mrs. Hansaben and Mr. Ramanbhai Choksi

મારા અને કેન્દ્રની વચ્ચે જો શ્રી અરવિંદ આવતા હોય તો પછી બીજી કોઈ વસ્તુ કે વિષય મને આકર્ષી શકતા નથી.
અમે બંને ૧૯૯૩માં પોંડીચેરી પહેલી વાર ગયા હતા. ત્યાર પછી જેમ પારસમણીનો સ્પર્શ થતા લોખંડ સોનામાં પરિવર્તન પામે છે. તે મુજબ અમારા અજ્ઞાનતા ભર્યા જીવનમાં શ્રી અરવિંદ અને શ્રી માતાજીના દર્શન માત્રથી તેમના તરફ આકર્ષણ એટલું વધી ગયું છે કે પોંડીચેરીથી સુરત આવ્યા બાદ રોજ શ્રી અરવિંદ કેન્દ્ર પર જવાનો નિયમ બની ગયો. જેમ જેમ અમે કેન્દ્ર પર જતા ગયા તેમ તેમ અમોને અંદરથી જે જે પ્રશ્નો ઉઠતા હતા તેના જવાબો આપોઆપ મળી જતા હતા. સ્વાધ્યાય દ્વારા, પુસ્તક દ્વારા કે કોઈના પણ માધ્યમથી જવાબો મળી જતા હતા.
અમારા કેન્દ્રમાં પ્રાર્થના, ધ્યાન, સ્વાધ્યાય, પ્રસાદ, નવરાત્રી પર માતાજીના દિવ્ય સ્વરૂપોનું જ્ઞાન અને શ્રી અરવિંદ સુરત આવ્યા હતા તે દિવસોમાં શ્રી અરવિંદના વિષયો પર વક્તવ્યો રજુ કરવાનો દરેકને મોકો મળે છે. ને તેમાં કોઈપણ જાતના બંધન હોતા નથી. કોઈપણ ભેદભાવ કે હરીફાઈ જેવા ભાવ હોતા નથી. બધા એકબીજા સાથે “सहनाववतु सहनौभुनक्तु....” ની સાથે રહી આનંદની લહાણી કરીએ છીએ. અને તે ત્યારે જ બને જયારે તે આપણું પોતીકું હોય.
હવે તો દર ગુરુવારે મા ના સાનિધ્યમાં સાંજે ધ્યાન પછી ખીચડીનો કૃપા પ્રસાદ પણ શરુ થયો છે. જેમાં લગભગ સો જણ પ્રેમ અને આનંદથી તે ગ્રહણ કરે છે અને હા ધ્યાન હોલમાં પૂરેપૂરી શાંતિ જાળવવાનો પ્રયત્ન હંમેશા રહે છે.
આ રીતે ધ્યાન, સંગીત, ગીતા, દિવ્યજીવન, યોગ સમન્વય, સાવિત્રી જેવા દિવ્ય પુસ્તકોથી આધ્યાત્મિકતાનું જ્ઞાન મળે છે.મારું શ્રી અરવિંદ કેન્દ્ર આત્માનું મંદિર જ છે. આ મંદિરમાં બિરાજેલ પ્રભુને મારા કોટી કોટી પ્રણામ.






Mrs. Shobhaben Mehta

I am attending 'satsang' at centre approximately from one and half year. I get detailed knowledge about each and every sloka of 'Shrimad Bhagvad Gita'. Also I get spiritual knowledge from discussion on two lines everyday from "life divine" with meanings of difficult words and discussion on 'Savitri' every Sunday and "Synthesis of Yoga" sometimes. My energy level to control mind increases and I get mental peace. My self confidence and concentration increases. Due to unavoidable circumstances I am not able to attend 'Dhyana' session in the evening. I have to miss lecture sometimes at that time I feel I missed a lot.






Mrs. Sandhyaben Desai

It is great spiritual place. There is so much of positive energy. Good place for meditation and spiritual activities.
Sri Aurobindo centre is open to all. Every can come and feel the positive vibration of it.






Mrs. Ranjanben Desai

મારું શ્રી અરવિન્દ કેન્દ્ર કહેતા જ માલિકીની ભાવના જાગ્રત થાય છે. “માં” નું ઘર શબ્દની સાથે જ હ્રદયમાં આનંદ અને ઉલ્લાસ આવે છે. શ્રી માતાજી અને શ્રી અરવિન્દના સાનિધ્યમાં દરરોજ સવારે ગીતા પાઠ અને દિવ્ય જીવનના સથવારે આધ્યાત્મિક વિકાસ માટે શ્રેષ્ઠ મંદિર બીજું કયું હોય શકે ? હું છેલ્લા ચાર વર્ષથી આ કેન્દ્રમાં આવું છું. એક પરિવારની ભાવના દરેક સભ્યમાં છે.
નવરાત્રીના અનુષ્ઠાન હોય કે નવા વર્ષનું ધ્યાન હોય દરેક સભ્ય સરસ રીતે ઉત્સાહથી ભાગ લે છે. વળી દરેક જાન્યુઆરી માસમાં “શ્રી અરવિન્દ સુરતમાં” ની ઉજવણીમાં દરેકનો ઉત્સાહ અને ઉમંગ અનેરો હોય છે.
આત્માના વિકાસ માટેની આ પા પા પગલી શ્રી માતાજીની કૃપા સિવાય બીજું શું હોઈ શકે ? “માં” અમને તારી કૃપાનું પાત્ર બનાવજે એજ અભિપ્સા.






Shri Kanjibhai Vaghasia

સેન્ટરમાં પ્રવેશતાંજ મનની શાન્તિ બરકરાર રહે છે. નિયમિત સેન્ટરમાં જવાનું મનોબળ બળવત્તર થાય છે. સેન્ટરમાં એકદમ શાન્તિ અનુભવાય છે. સેન્ટરમાં અદભુત જ્ઞાન મળે છે. જે અન્ય ક્યાંય મળતું નથી. શ્રી અરવિન્દ તથા શ્રી માતાજીના સાનિધ્યમાં બેસવાથી અલૌકિક માનસિક શાન્તિ મળે છે. આજીવન આવા અલૌકિક વાતાવરણમાં રહેવાનું થાય તેવી પ્રાર્થના.
શાન્તિ






Mrs. Shaliniben Marfatia

સેન્ટર મારું “પિયર” છે જ્યાં જવાથી “હાશ” નો અનુભવ થાય છે. “ટીપે ટીપે સરોવર ભરાય” તેમ ત્રીસેક વર્ષોના નિયમિત સવારે જવાથી મારા જ્ઞાનરૂપી સરોવરના પાણીમાં ધીરે ધીરે ભરાવ થતો અનુભવું છે. શરીર સાથ આપે ત્યાં સુધી ઇશ્વર પાસે એટલુંજ માંગું કે હું નિયમિત સેન્ટર પર જઈ શકું. “અફસોસ” એટલો છે કે શ્રી માતાજી માટે અને શ્રી અરવિંદના જીવન વિષે માણવા જાણવા જેટલો ટાઇમ આપવો જોઈએ એટલો અપાતો નથી.






Smt. Sudhaben Mandalaywala

"મારું શ્રી અરવિંદ કેન્દ્ર" એ વાક્ય જ બતાવે છે કે શ્રી અરવિંદ કેન્દ્ર મારા માટે કેટલું મહત્વ ધરાવે છે. એ મારું બીજું ઘર છે. જયારે હું સુરતના કેન્દ્ર સાથે જોડાઈ એવું કહેવા કરતા એમ કહી શકાય કે શ્રી માતાજી એ મને પોતાના યોગ માટે પસંદ કરી. શ્રી અરવિંદ લખે છે એ પ્રમાણે
He who chooses infinite has been chosen by the infinite.
સુરતના શ્રી અરવિંદ કેન્દ્રમાં જવા પહેલા આધ્યાત્મિકતા તરફ હું તદ્દન કોરી સ્લેટ જેવી હતી. મારામાં ખુબ બદલાવ આવ્યો છે. શ્રી અરવિંદ અને શ્રી માતાજીના સુરત કેન્દ્રમાં એવું તો કાંઈક આકર્ષણ છે જે મને હંમેશા શ્રી માતાજીના સાનિધ્યમાં રાખે છે અને હું આનંદમાં રહું છું.
“I love you MAA”






Ms. Rekhaben Choksi

મારાં શ્રી અરવિંદ કેન્દ્રમાં શ્રી માતાજી તથા મહર્ષિ શ્રી અરવિંદના ચરણોમાં કોઈ પણ જાતના ભેદભાવ કે સંકોચ વિના એમના જ્ઞાનામૃતનો લાભ મળે છે. કેન્દ્ર પર જવા માટે અંદરથીજ આત્માનું ખેંચાણ થાય છે. જ્યાં ખુલ્લા દિલથી માતાજીના ચરણોમાં અમે અમારા વિચારો રજુ કરી શકીએ છીએ. રોજ શ્રીમદ્ ભગવદ્ ગીતા, લાઈફ ડિવાઈન, સાવિત્રી વગેરે આધ્યાત્મિક પુસ્તકો સમજવાનો લાભ મળે છે. આ છે મારું “શ્રી અરવિંદ કેન્દ્ર"






Shri Karsanbhai Bhakt

શ્રી અરવિંદ સેન્ટરમાં જોડાયા પહેલાં અમો મહાદેવનગર સોસાયટીમાં રહેતાં હતાં. ત્યાં પણ ગીતા અધ્યયનના કાર્યક્રમો ચાલતા હતાં. મને પણ આવા સત્સંગના કાર્યક્રમોમાં રસ હતો. ત્યાં પણ હું નિયમિત જતો. આ પહેલા આવા સત્સંગના કાર્યક્રમમાં જવાની મને તક મળી ન હતી.
નર્મદનગર સોસાયટીમાં આવ્યા પછી ઘણા વખતે મુ. શ્રી અનિરુદ્ધભાઈને મળવાનું થયું. હું ઘણા વખતથી તેમના પરિચયમાં હતો. વાતચીતને અંતે મને સેન્ટર પર જવાનું મન થયું.






Ms. Rushikaben Gajwani

શ્રી અરવિંદ કેન્દ્રનું નામ આવતાં જ મારી સમક્ષ આનંદમયી-તેજસ્વિની મા ભગવતી અને મહર્ષિ યોગી શ્રી અરવિંદની તસ્વીર ખડી થઇ જાય છે. તેમની સાક્ષાત હાજરી હોય તેવું અનુભવાય છે.

કેન્દ્રના પરિણામે મારા જીવનમાં જે દુઃખ, શોક, નિરાશા-હતાશા, વિચારોમાં નેગેટિવિટી હતી, તે સ્થાને શાંતિ, આનંદ અને સ્થિરતા આવી છે. જીવનમાં આનંદ-ઉલ્લાસનું ઝરણું વહેતું થયું છે. જીવન ધબકતું થયું છે.

તેને હું શ્રી અરવિંદ અને શ્રી માતાજીની અસીમ કૃપા સમજું છું.

અહીં આવતા બધા સહાધ્યાયીઓ મારા સ્વજન લાગે છે.
આ કેન્દ્ર મને મારા અને મંદિર કરતાં વિશેષ લાગે છે.






Ms. Naliniben Patel

મારું "શ્રી અરવિંદ કેન્દ્ર"

જ્યાં બિરાજમાન માઁ ભગવતી...
જ્યાં ગીતારસ થી તરબોળ થવાતું ..
એવું મારું "શ્રી અરવિંદ કેન્દ્ર"!

પ્રભુના અસ્તિત્વનો એહસાસ કરાવતું ..
મારા હૃદય - મનને શાતા આપતું..
એવું મારું "શ્રી અરવિંદ કેન્દ્ર"!

જ્યાં જળહળતો શ્રદ્ધાનો દિપક ..
મારા અંતર મનને જગાડતું...
આંખ ઉઘડતા જ જ્યાં ડગ માંડવાનું મન થાતું ...
એવું મારું "શ્રી અરવિંદ કેન્દ્ર"!






Smt. Madhuben Vaghasia

શ્રી માતાજી અને શ્રી અરવિંદની પ્રેરણાથી સેન્ટરમાં આવવાની મનમાં ઈચ્છા થઇ. જેથી મેં સેન્ટર પર આવવાની શરૂઆત નવરાત્રી 2017 થી કરી.
સેન્ટરમાં શ્રી માતાજી અને શ્રી અરવિંદના સાનિધ્યથી મને ખૂબ જ શાંતિ મળે છે.






Smt. Shwetalben Shah

Words fall short to express my feelings about "My Sri Aurobindo Centre".
The word "my" gives a sense of belonging, here, belonging to The Divine. We can feel The Divine Presence in and around us.
The writings of Sri Aurobindo and The Mother are explained here in such a beautiful and simple way that each person present can connect to them wholeheartedly.
Every word written by Sri Aurobindo and The Mother shows the true meaning and purpose of our life and gives a very strong spiritual support to face life. We can strive to be a better person every moment.






Smt. Shardaben Shah

દરવાજામાં પગ મુકતાં જ એક શાંત, સુંદર વાતાવરણમાં કોઈ આવકારતું હોય એવો અનુભવ થાય. પગથિયાં ચઢતાં જ પ્રેમ વર્ષાવતું શ્રી માતાજીનું સ્મિત અને શ્રી અરવિંદની કરુણાભીની નજર પડતાં જ, "હાશ ! આવી ગયા " નો અહેસાસ થાય છે. અગરબત્તી પ્રગટાવતાં શ્રી માતાજીના સુંદર પાદત્રાણ પર અહોભાવથી મસ્તક નમી જાય છે. દિવ્ય જીવન અને યોગ સમન્વયનો સ્વાધ્યાય - જીવન પ્રત્યે હકારાત્મક દ્રષ્ટિકોણ વિકસાવવામાં મદદ કરે છે.
મને મારું શ્રી અરવિંદ કેન્દ્ર ખૂબ ગમે છે. 15 વર્ષથી નિયમિત રીતે કેન્દ્ર પર આવું છું, એને મેં અગ્રિમતા આપી છે.
સવારના મેળવેલા સુંદર વિચારો આખો દિવસ મનમાં વાગોળતા રહીએ છીએ.






Shri Ganeshbhai Vaghasia

શ્રી અરવિંદ કેન્દ્ર સુરતમાં, મારા માતાજી અને શ્રી અરવિંદની હાજરી કાયમ મહેસુસ થાય છે.
શુદ્ધ સનાતન સત્યની આધ્યાત્મિક પ્રવૃત્તિ કોઈપણ જાતના બંધન કે ભેદભાવ વિના, આ કેન્દ્રમાં થાય છે.
અહીં બેસવાથી ખૂબ જ શાંતિ મળે છે. જાણે કે મારું ઘર હોય. એ.






Smt. Hansaben Vaghasia

શ્રી માતાજી તથા શ્રી અરવિંદની હાજરી કેન્દ્રમાં કાયમ હોય છે.
જયારે હું કેન્દ્રમાં બેઠી હોઉં છું ત્યારે મને મારી માના ખોળામાં બેઠા હોવાની અનુભૂતિ થાય છે. મને ખૂબ જ શાંતિ મળે છે. આ શાંતિ, કેન્દ્ર જો પોતીકું હોય તો જ મળે.






Shloka Desai and Stuti Desai - Singing






Shri Ganeshbhai Vaghasia

શ્રી અરવિંદ કેન્દ્ર સુરતમાં, મારા માતાજી અને શ્રી અરવિંદની હાજરી કાયમ મહેસુસ થાય છે.
શુદ્ધ સનાતન સત્યની આધ્યાત્મિક પ્રવૃત્તિ કોઈપણ જાતના બંધન કે ભેદભાવ વિના, આ કેન્દ્રમાં થાય છે.
અહીં બેસવાથી ખૂબ જ શાંતિ મળે છે. જાણે કે મારું ઘર હોય. એ.






Dr. Dakshaben Bhatt

જ્યાં પૂજ્ય "મા"નો ખોળો અને મહર્ષિ શ્રી અરવિંદની છત્રછાયા છે,

જ્યાં સવારમાં સુંદર પવિત્ર વાતાવરણમાં ગીતામૃતનું આચમન કરાવાય છે
તથા શ્રી અરવિંદનું સાહિત્ય તથા શ્રી માતાજીની વાણી અને એમના પુસ્તકો માંથી
વાંચન અને અર્થઘટન કરીને સમજાવાય છે
એ છે મારું શ્રી અરવિંદ કેન્દ્ર.

અહીં આધ્યાત્મિક સેમિનાર, પર્વતારોહણનો કાર્યક્રમ, યુવા શિબિરો, વિશિષ્ટ વ્યક્તિઓનું વક્તવ્ય,
બાળકો માટે સંસ્કૃત અને અંગ્રેજીનું શિક્ષણ, નવરાત્રીના પર્વનું આધ્યાત્મિક આયોજન, પ્રાર્થના, સંગીત,
ધ્યાન તથા પ્રસાદીના આનંદની લ્હાણ પીરસાય છે.

આટલી વૈવિધ્યસભર વાનગીઓનો રસથાળ બીજે ક્યાં પીરસાય?
મારા શ્રી અરવિંદ કેન્દ્રમાં.
અહીં કોઈ બંધન, નિયમ, ફી, હાજરી, કાયદા, પંચાત, દ્વેષભાવ કે અર્થોપાર્જન નથી






Prof. Hansaben Kathiriya

.....बुधाः भाव समन्विताः .....
सततं कीर्तयन्तो मां .....
..... कथयन्तश्च मां नित्यं तुष्यन्ति च रमन्ति च ll

इति गीतायाः वचनानि मम केन्द्रे सार्थकानि भवन्ति l
अपि च यथा श्री जगन्मातुः पराम्बायाः एकस्यामेव हृदये पूर्णं जगत् समाश्रयते
तथा इदं केन्द्रं सततं सर्वेषु हृदयेषु शाश्वतं आनन्दं शान्तिं च अनुभावयति स्थापयति च l
अत्रागत्य जनाः स्वात्मना सह सहजभावेन युज्यन्ते l
अनायासपूर्वकं हि श्री मातुः श्री अरविन्दस्य कृपाम् अनुभवति कोડपि जनः l
अस्मिन् केन्द्रे अहं संस्कृतप्रशिक्षणं करोमि एतद् मम सद्भाग्यम् l
यथा अस्माकं शरीरे हृदयं मर्मकेन्द्रम् अस्ति
तथैव मम जीवने श्री अरविन्द केन्द्रम् अस्ति ll